કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યા

Featured Video Play Icon
Spread the love

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યા
આણંદના બોરસદની 22 વર્ષીય યુવતીની હત્યા
4 વર્ષથી કેનેડામાં અભ્યાસ અને નોકરી કરતી હતી વિધિ

વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય યુવતી વિધી કલ્પેશભાઈ મેઘાની ચાકૂના ઘા ઝીંકીને હત્યા થઈ છે.

મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય વિધી છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી. આ યુવતી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. આ સાથે પી.આર. માટે તૈયારી પણ કરી રહી હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર વિધીની હત્યા કરવામાં આવી તે હજી સામે આવ્યું નથી. આ સમાચાર મળતાની સાથે યુવતીના પરિવાર અને વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી ગુજરાતી 22 વર્ષીય યુવતીની નિર્મમ હત્યા થઈ છે. વિધી કલ્પેશભાઈ મેઘાની ચાકૂના ઘા ઝીંકીને અમેરિકન બોર્ડર પાસે જ હત્યા કરવામાં આવી છે. આ મૃતક યુવતી મૂળ બોરસદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી હતી. યુવતી અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. આ સાથે તે પી.આર. માટેની તૈયારી પણ કરી રહી હતી. 15 મેના રોજ ઘરેથી બહાર ગયા બાદ આ ગોઝારી ઘટના બની છે. હાલ તો સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *