સુરતમાં ચોરીની બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવી
રીઢા ચોરને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો
વાહન ચોર એવાફઝલ સૈયદને ઝડપી પાડ્યો
સુરતમાં ચોરીની બાઈક પર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર રીઢા ચોરને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાનેલઈ પીઆઈ એનએચ બ્રહ્મભટ્ટની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પૃથ્વિરાજસિંહ, અહેકો તરૂણ, ધર્મેશ, સત્યરાજસિંહ અને અપોકો શામળને મળેલી બાતમીના આધારે ચોરીની સ્પ્લેન્ડર મોટર સાઈકલમાં ખોટી નંબર પ્લેટ લગાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરતા રીઢા વાહન ચોર એવાફઝલ સૈયદને ઝડપી પાડ્યો તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
