માંડવીમાં સાંસદ પ્રભુનો જન્મ દિવસ ઉજવાયો

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં સાંસદ પ્રભુનો જન્મ દિવસ ઉજવાયો
સેવા કાર્ય દ્વારા સાંસદમોં જન્મદિન ઉજવાયો

માંડવી સરકારી હોસ્પિટલ ખાતે પ્રભુ વસાવાએ દર્દીઓને ફૂટ વિતરણ કરી દિવ્યાંગજનોની મુલાકાત લીધી.

23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ તેમના જન્મદિન નિમિત્તે માતા પિતાના આશીર્વાદ લઇ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે સેવાભાવી કાર્યકરો સાથે સારવાર લઈ રહેલ દર્દીઓને ફૂટ વિતરણ કરી તમામ દર્દીઓને વહેલા સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. અને ત્યારબાદ દિવ્યાંગજનોની મુલાકાત લીધી હતી. આ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકાર્ય દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ નિમેષ શાહ, હોસ્પિટલના અધિક્ષક ડો. પરિમલભાઈ તથા સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયતના સદસ્ય નગરપાલિકાના સદસ્ય તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *