ભાવનગરના મોચી શેરીમાં સર્જ્યો અકસ્માત
એક ફોરવીલ દ્વારા માતાજીના મંદિરની ગ્રીલ સાથે સર્જ્યો અકસ્માત
ભાવનગર શહેરના મોચી શેરી વિસ્તારમાં એક ફોરવીલ દ્વારા માતાજીના મંદિરની ગ્રીલ સાથે સર્જ્યો અકસ્માત
ભાવનગર શહેરના મોચી શેરી વિસ્તારમાં પાદર દેવકી પાસે ચોકમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં ફોરવીલ ચાલકે ગ્રીલ સાથે અકસ્માત સર્જવાની સમગ્ર બાબતે સીસીટીવી વાયરલ થયા. અકસ્માત સર્જાતા સેવક સમુદાય તમામ લોકો માતાજીના મંદિરે પહોંચી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અને સેવક સમુદાય દ્વારા ખાસો નુકસાન થયું હોય તેવું જણાવવામાં આવ્યું હતું સેવક સમુદાય દ્વારા અપીલ કરવામાં આવી કે અહીં ડિવાઇડર અથવા કોઈ એવી વસ્તુ નખાવી આપો જેથી કરી અવારનવાર આવા અકસ્માત ના સર્જાય તે પગલે તંત્ર જાગૃત થાય તે માટે અપીલ કરાઈ હતી
