સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય
સરથાણામાં ધાબળા ગેંગની મહિલાઓએ દુકાનમાં કરી ચોરી
શટરની વચ્ચેથી પ્રવેશ કરી 1.09 લાખ રૂપિયાની ચોરી
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ હોય તેમ સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ધાબળા ગેંગની મહિલાઓએ દુકાનના શટરની વચ્ચેથી પ્રવેશ કરી 1.09 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં દિવાળીના તહેવારો વચ્ચે ચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ સરથાણા વિસ્તારમાં મહિલા ચોર ગેંગે ચોરીની ઘટનાને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ધાબળા ઓઢીને આવેલી મહિલાઓએ દુકાનના શટરની વચ્ચેથી પ્રવેશ કર્યો હતો. તમામ મહિલાઓએ પોતાના ચહેરા ઢાંકી રાખ્યા હતા અને દુકાનમાંથી રોકડ રૂપિયા સહિત ઇમિટેશન જ્વેલરી મળી કુલ 1.09 લાખની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. વહેલી સવારે બનેલી આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બીજી તરફ, તહેવારોના સમયે બનેલી આ ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે.
