અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ
8 થી 10 શખસો હાથમાં દંડા લઈ યુવક પર તૂટી પડ્યા
હાથ-પગ, માથે લાકડીઓના ફટકા મારી અધમૂઓ કરી નાખ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. મોબાઇલનો વેપારી પોતાના મિત્રો સાથે ઉભો હતો ત્યારે આઠથી દસ જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો હતો. મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં અસામાજિક તત્વોનો કાયદા વ્યવસ્થાનું ભાન ન હોય તેમ લાકડીઓ સાથે વેપારી પર જાહેરમાં તૂટી પડ્યા હતા. ધોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઉભો હતો. ત્યારે વેપારી પર પૈસાની લેતીદેતી બાબતે બાઈક પર અને દોડીને આવી રહેલા 8 થી 10 શખસોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો પણ છોડાવવા પડ્યા છતાં વેપારીને માર માર્યો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં અસામાજિક તત્વોનો કાયદા વ્યવસ્થાનું ભાન ન હોય તેમ લાકડીઓ સાથે વેપારી પર જાહેરમાં તૂટી પડ્યા હતા. જે લોકો છોડવવા આવતા તેમને પણ માર મારવામાં આવતો હતો. વેપારીને મારમારીને આ શખ્સો બાઇક પર નાસી ગયા હતા. આ અંગે વટવા GIDC પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી