કચ્છમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પાલનપુરમાં કર્યો આપઘાત.

Featured Video Play Icon
Spread the love

કચ્છમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પાલનપુરમાં કર્યો આપઘાત.
સુરત ખાતે બદલી થતા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું.
પોતાના વતન પાલનપુર આવીને પોલીસે આપઘાત કર્યો.

બનાસકાંઠાના પાલનપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે ઘરમાં જ પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પોલીસના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતક કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે.’

ઘણી ઘટનાઓ એવી બની છે ગુજરાતમાં કે ઉપરી અધિકારીના ત્રાસથી નાના કર્મચારીઓ આપઘાત કરી લેતા છે, આ આપઘાત કેસમાં પણ કંઈક આવું જ છે અને શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસપી અને પીઆઈ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરશે કે નહી તે એક સવાલ છે, જો આપઘાત કરી લેવો એ કોઈ ઉપાય નથી પરંતુ સમસ્યાનો સામનો કરીને સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે. આ ઘટનામાં પણ મળી આવેલ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે, ભુજમાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતો હતો કોન્સ્ટેબલ અને નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *