જામનગરના કાલાવડ નાકા પાસે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

જામનગરના કાલાવડ નાકા પાસે અકસ્માત
કાર અને બાઈક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 4 વર્ષની બાળકીનું મોત

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કલરની કારે બાઈક સવાર પરિવારને હડફેટે લેતા 5 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર, કાલાવડ નાકા બહાર રહેતા ઈસરાઈલ સમા તેમની પત્ની રુકસારબેન અને પાંચ વર્ષની માસૂમ પુત્રી હબિરાને બાઈક પર લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવતી એક કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈકનું પડીકું વળી ગયું હતું અને કારના આગળના ભાગે પણ ભારે નુકસાની થઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ત્રણેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 5 વર્ષની હબિરાનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. બીજી તરફ, ઈસરાઈલભાઈ અને રુકસારબેન હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા તપાસ ચલાવી રહી છે.

પોતાની લાડકવાયી પુત્રી ગુમાવનાર પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં પુત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી નશામાં કે બેદરકારીથી ગાડી ચલાવનાર કાર ચાલકને પોલીસ ઝડપી ન લે અને કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેઓ અંતિમ વિધિ કરશે નહીં….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *