અમદાવાદમાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટા સમાચાર.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં આરટીઇ પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટા સમાચાર.
શહેરમાં 14200 બેઠકો સામે 38333 અરજીઓ મળી.
રિજેક્ટ થયેલી અરજીઓનું હાલ ચાલી રહ્યું છે વેરિફિકેશન.

રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખની થતાં આ વર્ષે અમદાવાદ શહેરમાંથી મુદત વધારાયા બાદ અત્યાર સુધીમાં ઐતિહાસિક 36,939 વિદ્યાર્થીનાં ફોર્મ ભરવામાં આવ્યાં છે. જ્યારે કે ગયા વર્ષે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ 36,836 વિદ્યાર્થીઓનાં કુલ ફોર્મ ભરાયાં હતાં. આ વર્ષે અમદાવાદ શહેરમાંથી ઐતિહાસિક ફોર્મ ભરાયાં છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં આરટીઇની કુલ 14200 અનામત બેઠકો છે. જેથી આ વર્ષે એક બેઠક પર 3 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા થશે.

આરટીઇમાં આ વર્ષે ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ પ્રવેશપ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા તબક્કા બાદ વાલીઓની સુવિધા માટે તારીખ લંબાવવામાં આવી હતી. પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચૂંટણીને કારણે વાલીઓને આવકનો દાખવો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. આ કારણે હજુ પણ થોડા સમય વાલીઓને આપવામાં આવી શકે છે. અત્યારે દરરોજ 70 જેટલા નવા વાલીઓ પોતાનાં બાળકો માટે ફોર્મ ભરી રહ્યાં છે. જેથી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાનો સમય વધારી શકે છે. આરટીઇમાં ધોરણ 8 સુધી બાળકોને નિ:શુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ ત્યાર પછી વાલી ફી ભરવા તૈયાર હોવા છતાં એ જ સ્કૂલમાં પ્રવેશ ન અપાતો હોવાની ફરિયાદ ડીઇઓ કચેરીમાં કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે અમદાવાદમાંથી 510 એક માત્ર દિકરી હોય તેવા વાલીઓએ ફોર્મ ભર્યુ હતું. પરંતુ આ વર્ષે સૌથી વધુ 587 એવા વાલીઓએ અરજી કરી હતી કે જેઓને સંતાનમાં એક માત્ર દિકરી છે. આરટીઇના નિયમ પ્રમાણે આ વાલીના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. સરકારે જાહેર 8માં ક્રમ પર એક સંતાનની દિકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *