સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો
કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ બાદ લોકોમાં ચર્ચા
શું હવે શહેરમાં ગુનાખોરી ઓછી થશે કે કેમ.
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થતા પોલીસ મેદાને આવી છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ બાદ લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે શું હવે શહેરમાં ગુનાખોરી ઓછી થશે કે કેમ.
સુરત શહેરમાં વધતી ગુનાખોરી હવે ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા પાંચ મહિનામાં શહેરમાં અંદાજે 52 જેટલા હત્યાના બનાવો નોંધાતા સામાન્ય નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. અસામાજિક તત્વોના વધતા આતંક અને ગંભીર ગુનાઓની સતત ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ડિંડોલી વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ તત્વોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ હવે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
