સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં અસામાજિક તત્વો
ઝોન-5 પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
પોલીસની કાર્યવાહીમાં 130 થી વધુ કેસ નોંધાયા
સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં ઝોન-5 પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન ચલાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે.
સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન-5 લખધીર સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાંદેર અને અમરોલી પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ કર્યું હતું. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વો સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીમાં 30 થી વધુના કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતાં. પોલીસના આ મેગા ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાનો હતો.
