સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કોમર્શીયલ પ્રોપર્ટી વેચાણના નામે ઠગાઈ
કરોડો રૂપિયા લઈ લખાણ કે દસ્તાવેજ ન કરી આપી ઠગાઈ
ઠગને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો
સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કોમર્શીયલ પ્રોપર્ટી વેચાણ આપવાના નામે કરોડો રૂપિયા લઈ લખાણ કે દસ્તાવેજ ન કરી આપી ઠગાઈ આચરનાર ઠગને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમ તપાસમાં હતી ત્યારે અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી પિન્કેશ સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ફરિયાદીને કન્સ્ટ્રક્શન સાઈટ પર કોમર્શીયલ પ્રોપર્ટી વેચાણ આપવાના નામે 1 કરોડ 61 લાખ 64 હજારથી વધુ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ કોઈ લખાણ કે દસ્તાવેજ ન કરી આપી ઠગાઈ આચરી હતી. હાલ તો ઈકો સેલની ટીમે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
