ગુજરાત BJP ના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત અંગે નિવેદન
પ્રદેશ પ્રમુખની જાહેરાત ઉપર બ ભાજપ નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
ટૂંક સમયમાં જ પાર્ટીને નવા અધ્યક્ષ મળશે
ભાજપના નેતા દિલીપ સંઘાણીનું પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે.
ભાજપના નેતા દિલીપ સંઘાણીનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણુંક કરાશે. વહીવટી, પોલિટિકલી વ્યસ્તતાને કારણે થોડું મોડું થયું હોવાનું પણ તેમણે કહ્યું. નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક અને જગદીશ પંચાલ જેવા નેતાઓના નામ રેસમાં છે.
ભાજપ નેતા જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પ્રમુખપદ માટે ચર્ચામાં છે. સૌરાષ્ટ્ર ઝોનને અત્યાર સુધી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર નેતાઓએ રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી દબદબો જાળવ્યો છે. હવે જોવાનું એ છે કે શું પાર્ટી જૂની જ પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવી વૃત્તિ અપનાવશે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
