ગુજરાતના ખેડૂતોને હાલ રાતાપાણીએ રોવાનો વારો
ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે કુમાર કાનાણીનો પત્ર
ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
ગુજરાતના ખેડૂતો હાલ કમોસમી વરસાદને લઈ રાતાપાણીએ થયા છે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અને ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માંગ કરી હતી. કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતુ કે બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે. સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ. બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યુ હતું. તો સાથે ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થશે તેમ પણ કુમાર કાનાણીએ જણાવ્યુ હતું.
