ભાવનગર મોતીતળાવમાં બલોચ મકરાણી યુવા ગ્રુપનો રક્તદાન કેમ્પ
રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું
બલોચ મકરાણી યુવા ગ્રુપ દ્વારા સેવાકીય પહેલ, રક્તદાન કેમ્પ યોજાયો
ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આજે બલોચ મકરાણી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી શહેરના મોતીતળાવ શેરી નં. ૬ની સામે ચાચાની હોટલવાળા ખાંચામાં બલોચ મકરાણી યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર રક્તદાતાને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
