ભાવનગરમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી
માર્ગ અકસ્માતમાં દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
બ્રહ્માકુમારી સંસ્થા ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો
આજે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે ભાવનગર સ્થિત બ્રહ્માકુમારી સંસ્થા ખાતે માર્ગ અકસ્માતમાં દિવંગત થયેલા આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને સમયસર સહાય મળી રહે તે હેતુથી PM રાહત યોજના, રાહવીર યોજના તથા હિટ એન્ડ રન વળતર યોજના વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના આ અભિયાનમાં સહભાગી બન્યા હતા.
