માંડવીના તરસાડામાં કરંટ લાગતા આશિષભાઈ હળપતિનું મોત

Featured Video Play Icon
Spread the love

માંડવીના તરસાડામાં કરંટ લાગતા આશિષભાઈ હળપતિનું મોત
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની રજૂઆત બાદ પરિવારને સહાય
મૃતકના પરિવારને તંત્ર દ્વારા આર્થિક સહાય અર્પણ કરાઈ

માંડવીના તરસાડા ગામના વતની સ્વર્ગસ્થ આશિષભાઈ હળપતિને કરંટ લાગવાથી મૃત્યુ થતાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ એ અધિકારીઓ સાથે ચર્ચા કરી મૃતકના પરિવારને સહાય અર્પણ કરાઈ.

આજરોજ માંડવી જનસંપર્ક કાર્યાલય ખાતે તરસાડ ગામના સુરેખાબેન રમેશભાઈ હળપતિના પુત્ર સ્વ. આશિષભાઈ હળપતિનું કરંટ લાગવાથી થયેલ દુઃખદ અવસાન અંગે પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સરકારી તંત્ર તથા GEBના અધિકારીઓ સાથે વાતચીત કરી અને પરિવારને સહાય મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી. જેમાંધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના પ્રયાસોથી પરિવારને *₹10,00,000 (દસ લાખ રૂપિયા)*ની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી. આ પ્રસંગે એચ.જે. શેઠના , એક્ઝિક્યુટિવ એન્જિનિયર તથા ડી.જી. મોરી સહિતના GEB અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકારણ માત્ર ચૂંટણી સમયે નહીં જનતાના દુઃખમાં સાથે ઊભા રહેવું એ જ સાચી રાજનીતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *