સુરતમાં ઓએનજીસી બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું
ટેન્કર પલટી જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
ટેન્કરમાં મોનો ઇથિલિન ગ્લાયકોલ(એમઇજી) કેમિકલ લોડ હતું
કેમિકલ ટેન્કર અકસ્માતને પગલે સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા
સુરતમાં ઓએનજીસી બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાં મોનો ઇથિલિન ગ્લાયકોલ એટલે કે એમઇજા કેમિકલ લોડ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ઓએનજીસી બ્રિજ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાં મોનો ઇથિલિન ગ્લાયકોલ નામનું કેમિકલ ભરેલું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટેન્કર હટાવવા માટે ટ્રેલર પણ મંગાવવામાં આવ્યું છે. જોકે બે કલાકથી વધુ સમય વીતી જવા છતાં ટેન્કર હટાવી શકાયું નથી. બીજી તરફ ટેન્કર પલટી જવાના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.
