ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનો ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ગ્રામ્ય વિધાનસભાનો ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત
ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારનો ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સહિતના અગ્રણીઓ અને વિશાળ જનમેદની ઉમટી પડી

ભાવનગર જિલ્લાની ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઈ સોલંકીના મતવિસ્તારમાં ભારે ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર પરિસર જનમેદનીથી ઉભરાઈ ગયું હતું. દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ આ સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોતમભાઈ સોલંકીની સાથે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો વિવિધ ગામોના સરપંચો સહકારી આગેવાનો અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી પરસોતમભાઈ સોલંકીનું આગવા અંદાજમાં સંબોધન સમારોહ દરમિયાન રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીએ પોતાના આગવા અને દબંગ અંદાજમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે: જનસેવા એ જ ધર્મ: તેમણે કહ્યું હતું કે તેઓ અહીં પૈસા કમાવવા માટે નથી આવ્યા ભગવાને તેમને ઘણું આપ્યું છે. પોતાની ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં તેમણે ગરીબ બહેનો અને દીકરીઓની દુઆઓ લીધી છે અને હંમેશા લોકોના કામોને પ્રાધાન્ય આપ્યું છે. લોકોની સમસ્યાના સીધા ઉકેલની ખાતરી: મંત્રીએ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાતરી આપી હતી કે કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તેઓ સીધા આવીને તેમને મળી શકે છે તેમના તમામ કામો અવશ્ય પૂર્ણ કરવામાં આવશે. નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ: પોતાના સંબોધનમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરાહના કરી હતી. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ઉપસ્થિત અન્ય આગેવાનોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સાથે મળીને સ્નેહભોજન લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *