નવસારીમાં ₹3.28 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં ₹3.28 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
બે કાર સહિત ₹3.45 કરોડનો મુદ્દામાલ કબજે

નવસારી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી ₹3.28 કરોડની કિંમતનો 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. નવસારી એલસીબી અને ગણદેવી પોલીસની સંયુક્ત ટીમે નેશનલ હાઈવે પર ખારેલ ટોલનાકા પાસે બે કાર રોકીને તપાસ કરતાં આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી મહિન્દ્રા થાર, હ્યુન્ડાઈ ક્રેટા, સાત મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹3,45,06,270નો મુદ્દામાલ કબજે કર્યો છે

ડ્રગ્સ નેટવર્કના તાર બેંગકોક સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બેંગકોકમાં રહેતો અને મૂળ મુંબઈના અંધેરીનો રોની આ નેટવર્કનો વોન્ટેડ આરોપી છે. પ્રમોદ પાઠક તેના સીધા સંપર્કમાં હતો અને તેના મારફતે હાઈબ્રિડ ગાંજો ભારતમાં મગાવવામાં આવતો હતો. આ જથ્થો અલગ-અલગ માધ્યમોથી ભારતમાં લાવવામાં આવતો હતો. ત્યારબાદ મુંબઈના રસ્તે વાપી પહોંચાડીને ત્યાંથી અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો. નવસારી LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખારેલ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે બંને વાહનો રોકીને તપાસ કરતાં 9.375 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પ્રમોદ કૃપાશંકર પાઠક (ઉં.વ. 34, રહે. વટાર, વાપી, મૂળ મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ), વિષ્ણુ મહેશ રામકિશન સીંગ (ઉં.વ. 30, રહે. વટાર, વાપી, મૂળ ઇટાવા, ઉત્તર પ્રદેશ), પ્રેમચંદ ઉર્ફે રાહુલ લાલજી જુઠન યાદવ (રહે. સાંઈ દર્શન રેસિડેન્સી, વટાર, વાપી, મૂળ ગાજીપુર, ઉત્તર પ્રદેશ) અને મિકેત પ્રવિણભાઈ કેશવભાઈ પટેલ (રહે. ડાભેલ ગામ, દમણ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય નવ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *