અડાજણમાં હાઈબ્રિડ ગાંજા સાથે મહારાષ્ટ્રીયન યુવાન ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

અડાજણમાં હાઈબ્રિડ ગાંજા સાથે મહારાષ્ટ્રીયન યુવાન ઝડપાયો
‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન હેઠળ પોલીસ કાર્યવાહી
અડાજણ પોલીસની ડ્રગ્સ સામે લાલ આંખ, યુવાનની ધરપકડ

સુરતની અડાજણ પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનને ઝડપી પાડ્યો હતો.

સુરતમાંથી નશાના કાળાકારોબારને નેસ્ત નાબુદ કરી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની અડાજણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન શશાંક ઉર્ફે સોનુ જીતેન્દ્રસિંગ પવારને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો,  મોબાઈલ, મોપેડ અને રોકડ સહિત 1.15 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *