ડીંડોલીમાં ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ સાથે મહિલા ઝડપાઈ
ડીંડોલી પોલીસની કાર્યવાહી, મહિલાની પાસેથી 8 મોબાઈલ કબજે
ડીંડોલી પોલીસે મોંઘાદાટ મોબાઈલ ફોન સાથે મહિલાને ઝડપી પાડી
સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઇલ ફોન સાથે એક મહિલાને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મોંઘાદાટ આઠ જેટલા મોબાઈલ કબ્જે કર્યા હતાં.
સુરતની ડીંડોલી પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલા 8 મોબાઇલ ફોન સાથે કૈલાશબેન સિકંદર રાજનટ નામની મહિલાની ધરપકડ કરી હતી. ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સંતોષીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી મહિલા કૈલાશબેનને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે મહિલાની પાસેથી રેડમી, ઓપ્પો, રિયલમી, સેમસંગ અને આઇટેલ સહિતની અલગ-અલગ કંપનીના કુલ 8 મોબાઇલ ફોન કબજે કર્યા છે. કબજે કરાયેલા મોબાઇલની કુલ કિંમત અંદાજે 39 હજાર રૂપિયા છે. હાલ પોલીસે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
