સુરત નવી સિવિલમાં વહેલી સવારે અસ્થિર મગજની મહિલા
બાંધકામના વાસ પર ચઢી જતા અફરા તફરીનો માહોલ
ફાયરે સ્થળે દોડી જઈ મહિલાને સહિ સલામત નીચે ઉતારી
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે એક અસ્થિર મગજની મહિલા બાંધકામના વાસ પર ચઢી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયરે સ્થળે દોડી જઈ મહિલાને સહિ સલામત નીચે ઉતારી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘટના સામે આવી છે. જેમાં વેહલી સવારે એક અસ્થિર મગજની મહિલા બાંધકામના વાસ ઉપર ચઢી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવની જાણ થતાં જ મજુરા ફાયર વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત મહિલાને સલામત નીચે ઉતારી ત્યાં ના સિક્યુરિટી ઓફિસર ને સોંપી હતી.
