દેસાઈ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ ઉત્સવ
બિઝનેસ એક્સપોનુ પણ આયોજન કરાયુ
સમાજને એક તાતણે બાંધવા કાર્યક્રમનુ આયોજન
શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ ઉત્સવનુ આયોજન કરાયુ હતું. જેમાં બિઝનેસ એક્સપોનુ પણ આયોજન કરાયુ હતું.
સુરતના મોટા વરાછા ખાતે આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ ઉત્સવનુ આયોજન કરાયુ હતું. એકતા પરિવારની સંજીવની સમારોહ સાથે બીઝનેસ એક્સપોનુ પણ આયોજન કરાયુ હતું. જેમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમાજના પ્રમુખ અજયભાઈ મનભાઈ ચિત્તલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતાં. તો સમાજને એક તાતણે બાંધવા માટે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાનુ પણ જણાવાયુ હતું.
