સુરતની અથવા પોલીસે ઠગાઈ આચારનારને પકડી પાડ્યા
પોલીસે મહિલા આરોપી હંસા સોલંકીની ધરકડ કરી
બેંક લોન લેવા માટે ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી બેંકમાંથી લોન લેનાર સરકારી કર્મચારી સામે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી અઠવા પોલીસે તેની ધરપડક કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સયુંકત પોલીસ કમિશનર સેકટર- ટુ કે.એન. ડામોર તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન ફોર વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડીવીઝન વી.આર. મલ્હોત્રા નાઓની સુચનાથી સુરત શહેર વિસ્તારમાં બેંક લોન લેવા માટે ખોટા ડોકયુમેન્ટ રજુ કરી બેંકમાંથી લોન મેળવનાર વિરૂધ્ધના ગુન્હાઓ અઠવા પોલીસે તપાસ શરૂ કરી હતી જે તપાસ અંતર્ગત પોલીસ ઈન્સપેક્ટર એચ.કે. સોલંકી તથા સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર આર.આર. મકવાણાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.આર. ઠાકોરએ મહીલા આરોપી હંસાબેન મનહરભાઇ સોલંકીને મજુરાગેટ ખાતે આવેલી એસ.બી.આઇ. બેંકની શાખામાંથી ખોટી પગાર સ્લીપ તથા ખોટી એએસકોમ કંપનીની એન.ઓ.સી. બનાવી બેંકમાંથી 19 લાખ 40 હજાર રૂપિયાની લોન મેળવી વિશ્વાસઘાત-છેતરપીડીં કરી હોય જે ગુનામાં મહિલા આરોપી હંસાબેન સોલંકીની ધરકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.