રાજકોટમાં પાણીજન્ય રોગચાળો પીછો છોડતો નથ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં પાણીજન્ય રોગચાળો પીછો છોડતો નથ
કમળાના 7, ટાઇફોઇડના 5 કેસ, વિવિધ રોગના 1,844 દર્દી
ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરાઈ

રાજકોટમાં હાલ ભારે ગરમીમાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો જાણે પીછો છોડવા માટે તૈયાર જ ન હોય તેમ સતત 16માં સપ્તાહે મનપાનાં ચોપડે કમળાના 7 અને ટાઇફોઇડના વધુ 5 કેસ સામે આવ્યા છે. ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળી ગત સપ્તાહના 1,248 સામે આ સપ્તાહે 1,844 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરીનેશન વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,844 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 734 કેસ, ઝાડા-ઉલટીના 278 કેસ, સામાન્ય તાવનાં 820 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત 16માં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવના 5 કેસ અને કમળાના પણ વધુ 7 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે. મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ વધુ માહિતી આપી છે

હાલમાં કમળાનાં અને ટાઈફોડ એટલે કે, પાણીજન્ય રોગચાળાના કેસીસ છે છેલ્લા ચાર સપ્તાહથી જે છે વધી રહ્યા છે. જેના અનુસંધાને આરોગ્ય શાખાની હેલ્થ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને રેસિડયુલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. દર સપ્તાહ 450 ઉપરના જે ઘરના છેવાડાના પાણીમાં ક્લોરીનની માત્રા ચકાસવામાં આવે છે. મોટા ભાગના જે ઘરો જે છે એમાં પાણીનું વિતરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે તો એમાં ક્લોરીનની માત્રા પૂરતી માત્રા છે એ જળવાઈ રહી છે. હાલમાં ઉનાળો શરૂ થતાં તાપમાનમાં વધારો થયો છે. આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *