આજે મોદી સ્ટેડિયમમાં IPLનું મહાયુદ્ધ

Featured Video Play Icon
Spread the love

આજે મોદી સ્ટેડિયમમાં IPLનું મહાયુદ્ધ
IPLની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ​​​​​​ફાઇનલ મેચ
બ્રિટનના પૂર્વ PM ઋષી સુનક મેચ જોવા આવશે,

આજે તારીખ 3 જૂન, 2025 ના અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ​​​​​​ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લોઝિગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન મોદી સ્ટેડિયમને ગજવશે.

ઓપરેશન સિંદૂર’ની સફળતાની ઉજવણી કરવા માટે અમે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં IPL ની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.’ મેચને જોવા માટે દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે મુંબઈ, પુણે, બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટનાં ભાડાં પણ લગભગ ડબલ થઈ ગયાં છે. સુરક્ષા માટે 8 IPS સહિત 4 હજાર પોલીસ ખડેપગે તૈનાત રહેશે. પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓને મળવા કોઈ પ્રેક્ષક ગ્રાઉન્ડમાં અંદર ના ઘૂસે તે માટે 140 સ્પેશિયલ પોલીસ કર્મી તહેનાત કરાયા છે.

આજે IPLની ફાઈનલ હોય અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો મેચ જોવા અમદાવાદ પહોંચી રહ્યા હોય અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક જોવા મળ્યો હતો. સ્ટેડિયમ અમદાવાદ મેટ્રો અને BRTS દ્વારા સારી રીતે જોડાયેલું છે, જેમાં ચાર એન્ટ્રી પોઇન્ટમાંથી એક પર મેટ્રો સ્ટેશન છે, જોકે મેચના દિવસે મેટ્રો સેવાઓ ભીડભાડવાળી હોઈ શકે છે અને કાગળની ટિકિટો (નિયમિત મેટ્રો કાર્ડ કરતાં વધુ ખર્ચાળ) જરૂરી છે. ચાહકોએ પોસ્ટ-મેચ કતારો ટાળવા માટે રિટર્ન ટિકિટ ખરીદવી જોઈએ. સવારે 10.35ની આસપાસ મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર ગેસના બાટલામાં આગ લાગી હતી. બાટલામાં આગ લાગતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે આગ કાબૂમાં ન આવતાં ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *