સુરતમાં બેરોજગાર રત્નકલાકાર બન્યો ચોર
રત્નકલાકારે હીરા વેપારીની ઓફિસમાંથી ચોર્યા હીરા
રત્નકલાકારે 13.65 લાખના હીરાની કરી ચોરી
પોલીસે હીરા ચોર રત્નકલાકારની કરી ધરપકડ.
સુરતની વરાછા પોલીસે હિરાના કારખાનામાંથી લાખોના હિરાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં દિવાળી આવતા જ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછા પોલીસ મથકની હદમાં આવેલ મીની બજાર સરદાર આવાસ ની ઓફિસમાંથી 13 લાખ 65 હજારના હિરાની થયેલી ચોરી મામલે તપાસ કરી રહેલી વરાછા પોલીસની ટીમે પી.આઈ. આર.બી. ગોજીયા તથા સેકન્ડ પી.આઈ. એચ.બી. પટેલ અને પી.એસ.આઈ. એ.જી. પરમાર તથા પી.એસ.આઈ. વી.ડી. માળીના માર્ગદર્શન હેઠળ અ.હે.કો. વિજયસિંહ તથા લાલાભાઈ અને અ.પો.કો. સંદિપભાઈ તથા નરેશભાઈએ બાતમીના આધારે હિરાની ઓફિસમાં ચોરી કરનાર રીઢા ચોર એવા અલ્પેશ માધવજી રામાણીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
