સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં.
સીએમઓ અને રેસિડેન્ટ તબીબો આવ્યા સામસામે.
સીએમઓએ રેસિડેન્ટ તબીબોને અયોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દારૂડિયા દર્દીએ ધમાલ કરતા સિક્યુરીટીને લઈ રજુઆત કરવા ગેલા ડોક્ટરને સીએમઓ અને એક ઈસમે ઉડાઉ જવાબ આપતા તબીબો હડતાળ પર ઉતરી ગયા હતાં.
સુરત નવી સિવિલમાં દારૂડિયો દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યુરીટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટને ખાનગી વ્યક્તિ અને સીએમઓ ઉડાવ જવાબ આપતા રેસિડેન્ટ તબીબો તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરી ગયા હતા. તબીબોની હડતાળના પગલે દર્દીઓ હલાકીમાં મુકાઈ ગયા છે. તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો મોડી રાત્રે ઈમરજન્સી બહાર તબીબીએ સીએમઓ હાય હાયના નારા લગાવ્યા હતાં.
