દુકાનદાર નકલી ઓઆરએસ પધરાવી ન દે!

Featured Video Play Icon
Spread the love

દુકાનદાર નકલી ઓઆરએસ પધરાવી ન દે!
નકલી ઓઆરએસ સ્વાસ્થ્ય માટે હાનિકારક,
નકલી ઓઆરએસ શરીર પર શું અસર કરે છે?
ઓઆરએસ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાન સાથે ડિહાઇડ્રેશન એક ગંભીર સમસ્યા બની જાય છે. આ સમસ્યા ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. ડિહાઇડ્રેશનને કારણે ઝાડા, ઊલટી, થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે ઓઆરએસને સૌથી અસરકારક ઉપાય માને છે. એ શરીરમાં પાણી અને જરૂરી ખનિજોની ઊણપને પૂર્ણ કરે છે, પરંતુ આજકાલ બજારમાં નકલી ઓઆરએસ પાઉચનું વેચાણ વધવા લાગ્યું છે, જે ફક્ત બિનઅસરકારક જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક પણ છે, તેથી એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે કે તમે જે ઓઆરએસ ખરીદી રહ્યા છો એ અસલી છે. તો ચાલો આજના વીડિયોમાં અસલી અને નકલી ઓઆરએસ કેવી રીતે ઓળખવા એ વિશે વાત કરીએ?

સૌથી પહેલા જાણીએ કે ORS શું છે?  ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એક ખાસ પ્રકારનું દ્રાવણ છે, જેમાં ખાંડ, મીઠું અને સ્વચ્છ પાણી યોગ્ય પ્રમાણમાં ભેળવવામાં આવે છે. એ શરીરમાં પાણી અને આવશ્યક ખનિજો (જેમ કે સોડિયમ અને પોટેશિયમ)ની ઊણપને ઝડપથી પૂર્ણ કરે છે. ઝાડા, ઊલટી કે હીટ સ્ટ્રોક (લૂ લાગવી)જેવી પરિસ્થિતિઓમાં જ્યારે શરીરમાં ઘણું પાણી ઓછું થઈ જાય છે ત્યારે ORS પીવું ખૂબ જ ફાયદાકારક છે. આગળ વાત કરીયે વિશે  નકલી ORS એ પાઉડર અથવા પીણું છે, જે વાસ્તવિક ORS જેવું દેખાય છે, પરંતુ એમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ (મીઠું અને ગ્લુકોઝ) યોગ્ય માત્રામાં હોતાં નથી. ક્યારેક આ ફક્ત મીઠા પીણા જેવું હોય છે,આ પીવાથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી. હવે સવાલ એ થાય છે કે નકલી ORS પીવું કેટલું જોખમી છે? નકલી ORSના કારણે ઝાડા અથવા ડિહાઇડ્રેશનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે એ જીવલેણ બની શકે છે. નીચે આપેલા ગ્રાફિકમાં એના કેટલાક મુખ્ય આપણે નકલી ORS કેવી રીતે ઓળખી શકીએ? નકલી ORS ઓળખવા માટે સૌપ્રથમ મૂળ ORS પર ‘WHO ફોર્મ્યુલા’ લખેલું છે, જે દર્શાવે છે કે એ ખાંડ અને સોડિયમનું યોગ્ય સંતુલન જાળવી રાખે છે. આ ઉપરાંત જો પેકેટ પર FSSAIનો લોગો હોય તો એ વાસ્તવિક ORS નથી, પણ એનર્જી ડ્રિંક છે. અસલી ORS દવા તરીકે વેચાય છે, જ્યારે નકલી ORS ખાદ્ય ઉત્પાદન તરીકે વેચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *