નર્મદામાં ચિકદા તાલુકાના શુભારંભમાં ચૈતર વસાવાને આમંત્રણ નહી
આમંત્રણ નહી મળતા ધારાસભ્ય ચૈતર વસાવા બગડ્યા
ધારાસભ્ય તરીકે બાદબાકી એ મારૂ નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાન છે
નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. નર્મદા જિલ્લાના નવા ચિકદા તાલુકાને લઈને આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. નર્મદા જિલ્લાના નવા ચિકદા તાલુકાને લઈને આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.. મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે પોતાને આમંત્રણ ન મળ્યું હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો.. સાથે જ મંચ પરથી આવી ભૂલ બીજી વખત ન થાય તે બાબતે ધ્યાન દોર્યુ.. ચૈતર વસાવાએ કહ્યું કે ધારાસભ્ય તરીકે બાદબાકી એ મારૂ નહીં પણ મત વિસ્તારના લોકોનું અપમાન છે.. મને આમંત્રણ નથી મળ્યું.. વિસ્તારના લોકોએ જાણ કરી એટલે આવ્યો છું..
અગાઉ પણ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા વહીવટી તંત્રે તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોકોપયોગી કામોને કાઢી નાખ્યા છે. જે લોકહિતની અવગણના સમાન છે. વિકાસના કામો પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે આવનારા દિવસોમાં જો લોકઉપયોગી કામો નહીં કરવામાં આવે તો ધરણાં કાર્યક્રમની ચીમકી આપવામાં આવે છે. તેમણે સખત શબ્દોમાં ઉમેર્યું હતું કે લોકોના વિકાસ માટે આવેલા પૈસાને અમે સગેવગે નહીં થવા દઈએ. ચૈતર વસાવાના આ નિવેદનોથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
