સુરત શહેર ઉધના પોલીસને મળી મોટી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર ઉધના પોલીસને મળી મોટી સફળતા
કમિશનની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ખોલાવીને કૌભાંડ આચરતા 2 આરોપીઓને ઝડપ્યા
પોલીસ તપાસમાં ખુલ્યું રૂપિયા 200 કરોડનું ઇન્ટરનેશનલ સાઇબર કૌભાંડ

સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સામે આવેલ હાઇટેક સાઇબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં કૌભાંડના મુખ્ય સુત્રધારને પોલીસે ઝડપી પાડ્યો છે. જેની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

સુરતની ઉધના પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં જતા કિરાત જાદવાણી સહિત બેને ઝડપી પાડ્યા બાદ 200 કરોડનો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે. જેમાં કિરાત જાદવાણીના દુરના મામા એવા વરાછા વિસ્તારમાં રહેતો અને માર્કેટીંગમાં ફ્રોફેશનલ એવા મયુર ઈટાલિાને ઝડપી પાડ્યો છે. મયૂર ઈટાલિયાએ ઓગસ્ટ 2024થી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30 થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેંચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આપ્યું હતું. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, જેણે માત્ર ત્રણ દિવસમાં 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયૂર ઈટાલિયાએ જ આપ્યું હતું. આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આરબીએલ, એચડીએફસી, એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે. હાલ પોલીસે મયૂરને કોર્ટમાં રજૂ કરી 2 દિવસની રિમાન્ડ લીધી છે, જેથી પૂછપરછ કરી શકાય કે તેણે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યાં, કોની મદદથી ટ્રાન્સફર કર્યા અને પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો. હાલમાં ઈડી એટલે કે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ડીઆરઆઈ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ જેવી કેન્દ્રિય એજન્સીઓને પણ આ કેસમાં જોડાઈ છે.

વધુમાં મયૂર ઈટાલિયાએ એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો હતો. પણ સમય જતાં તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાઈબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો. આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયૂરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનું ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તો ફરાર આરોપી દિવ્યેશ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલો છે અને કિરાત જાધવાણી તેનો સ્કૂલ ટાઈમનો મિત્ર છે. આ બંનેએ મળીને આ હાઇટેક સાઇબર ગેંગ ઊભું કર્યું હતું. મયૂર, જે કિરાતનો મામા છે, તેને પરિવારિક સંબંધો વચ્ચે રાખીને આ ગેંગનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને તેને ફેક બેંક એકાઉન્ટ સપ્લાય કરવાનો જવાબદારી સોંપાઈ હતી. મયૂરની ધરપકડથી હવે આ ગેંગના આગળ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *