સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધૂળેટી
હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ.
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને વિશેષ શણગાર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘
સુપ્રસિદ્ધ સાળંગપુરધામ હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ તારીખ ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણિમાના દિવસે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ ઉજવ્યો, આ પ્રસંગે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો અને વિવિધ 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરીને ગુજરાતના સૌથી મોટા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી, આ દિવ્ય રંગોત્સવમાં હરિપ્રકાશદાસજી સ્વામી અને વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતો તેમજ દેશ-વિદેશથી પધારેલા લાખો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા. સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું ત્યારબાદ સંતોને રંગ લગાવીને ભક્તો સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ ભક્તિના રંગે રંગાવાનો જીવનનો અલૌકિક લ્હાવો છે. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કર્યો હતો. આ રંગોત્સવમાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા છે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું છે. હોળી-ધુળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. મંગળા આરતી સવારે 5.30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે થઇ હતી. સવારે 7.30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તો એકસાથે રંગોત્સવનો આનંદ માણ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
