સુરત પોલીસ કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે મનાવી ધુળેટી.

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે મનાવી ધુળેટી.
સીપી અનુપમસિંહ ગેહલોત અને પત્ની સંધ્યાએ કરી ઉજવણી.
‘જીવન વિકાસ ટ્રસ્ટ’ ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટી

સુરત પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યા સિંહ ગેહલોતે અડાજણ સ્થિત ‘જીવન વિકાસ ટ્રસ્ટ’ ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી કરી હતી.

સામાન્ય રીતે કડક છબી ધરાવતી પોલીસનો આજે એક અત્યંત સંવેદનશીલ અને માનવીય ચહેરો જોવા મળ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બાળકો સાથે ગુલાલ ઉડાડીને તેમની ખુશીઓમાં સહભાગી થયા હતા. સુરત પોલીસ કમિશનર અને તેમના પરિવાર દ્વારા આ ખાસ અવસરે દિવ્યાંગ બાળકોને પિચકારી, રંગો અને વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. વરદીના શિસ્ત વચ્ચે પણ બાળકો સાથે બાળક બનીને રમનારા પોલીસ અધિકારીઓને જોઈ આસપાસના લોકો પણ પ્રભાવિત થયા હતા. બાળકોને જ્યારે નવી પિચકારીઓ અને મીઠાઈઓ મળી, ત્યારે તેમના નિર્દોષ ચહેરા પરની મુસ્કાન આખા વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. કમિશનર ગેહલોતે જણાવ્યું હતું કે, આ બાળકો સાથે સમય વિતાવવો એ તેમના માટે આજના દિવસની સૌથી મોટી ભેટ છે.

કાર્યક્રમ દરમિયાન એક અત્યંત ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. દિવ્યાંગ બાળકોનો નિર્દોષ પ્રેમ અને તેમની પરિસ્થિતિ જોઈને પોલીસ કમિશનરના પત્ની સંધ્યા સિંહ ગેહલોત પોતાના આંસુ રોકી શક્યા નહોતા. બાળકો જ્યારે તેમની સાથે રંગે રમવા લાગ્યા ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં અશ્રુ જોવા મળ્યા હતા. તેમણે બાળકોને વહાલ કરી હૈયા સરસા ચાંપ્યા હતા. આ ક્ષણ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો માટે હૃદયસ્પર્શી બની રહી હતી, જે દર્શાવે છે કે માનવતાના સંબંધો વરદી કે હોદ્દાથી ઘણા ઉપર હોય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *