સુરતમાં અસામાજિક તત્વોનો કહેર
લિંબાયતમાં એક યુવક પર જીવલેણ હુમલો
બેસ બોલની બેટ અને તલવાર વડે હુમલો કરાયો
સુરતનાં લિંબાયતમાં આવેલ ગોવિંદ નગરની સામે રાવ નગર કબ્રસ્તાનની સામે આવેલ પાર્કિંગમાં શાહિદ શેખ નામક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શાહિદ શેખ જીવલેણ હુમલાના ખતરનાક CCTV આવ્યા સામે છે.
સુરતનાં લિંબાયતમાં એક વાર ફરી અસામાજિક તત્વોનો કહેર જોવા મળ્યો વાત એમ છે કે સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદ નગરની સામે રાવ નગર કબ્રસ્તાનની સામે આવેલ પાર્કિંગમાં શાહિદ શેખ નામક યુવક પર ફારૂક તેડા સમીર ઇરફે કાંડિયા અને એમના સાથીદારો દ્વારા બેસ બોલની બેટ અને તલવાર વડે જીવલેણ હુમલો કરી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા પીડિત અને પીડિતના નાના ભાઈ ને અવાર નવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઇજાગ્રસ્ત શાહિદ શેખ દ્વારા લીંબયાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લીંબયાત પોલીસ દ્વારા ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે