અમરેલીના ધારીના હીમખીમડીપરામાં મદ્રેશા પર બુલડોઝર ફેરવ્યું
મહમ્મદ ફજલ શેખના મદ્રેશા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવ્યું
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરી..
અમરેલીના ધારીના હીમ ખીમડીપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મહમ્મદ ફજલ શેખના મદ્રેશા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરી..
અમરેલી જિલ્લાના ધારીના હીમ ખીમડીપરા વિસ્તારમાં મદ્રેશા ચલાવતા મૌલવી મોહમદ ફઝલ શેખ ના મોબાઇલ ફોન માથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગૃપ મળી આવ્યા હતા.. આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી… આ સમગ્ર મામલે મૌલવી જે મદ્રેશા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા તંત્રનુ બુલડોઝર ફેરવી દઈ મદ્રેશા જમીન દોસ્ત કરી દેવામાં આવી છે
ધારીના હીમ ખીમડીપરા વિસ્તારમાં મદ્રેશાનુ ડિમોલીશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. જેમા બે ડીવાયએસપી.. ત્રણ પીઆઈ તેમજ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.. પ્રાંત અધિકારી.. અને મામલતદારની હાજરીમાં આ મદ્રેશાને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યુ હતું..હિમ ખીમડીપરાના મદ્રેશાનુ આ ડિમોલીશન બાદ જીલ્લાના અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે