સુરતના ભેસ્તાનમાં ઓવર બ્રિજ પર ડમ્પર અડફેટે માતા – પુત્રીનુ મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં ઓવર બ્રિજ પર ડમ્પર અડફેટે માતા – પુત્રીનુ મોત
ડમ્પર ચાલકને ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે ઝડપ્યો
અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક આશિષ દુબેની ધરપકડ કરી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઓવર બ્રિજ પર ડમ્પર ચાલકે અડફેટે લેતા માતા અને બે વર્ષની પુત્રીનુ મોત નિપજ્યુ હતું આ ગમખ્વાર અકસ્માતને અંજામ આપનાર ડમ્પર ચાલકને ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતની ભેસ્તાન પોલીસે ભેસ્તાન ઓવર બ્રિજ પર અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક આશિષ દુબેની ધરપકડ કરી હતી. તો આશિષ દુબેની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે ડમ્પર વેસુ વિસ્તારમાંથી માટી ભરી ડિંડોલી તરફ જઈ રહ્યો હતો. દરમિયાન નો-એન્ટ્રી હોવા છતાં શહેરમાં પ્રવેશેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધી હતી. મોપેડ પર ભાઈ-બહેન અને બે બાળકો સહિત કુલ ચાર લોકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા રુકસાર શેખ અને તેમની 2 વર્ષીય દીકરી ઝૈનબનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નો-એન્ટ્રીના નિયમોનો ભંગ કરીને શહેરમાં પ્રવેશતા ડમ્પર અને ભારે વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *