માંડવીમાં વધુ વરસાદથી ખેતીને નુકસાન
માંગરોળમાં વધુ વરસાદ થતાં ખેડૂત આગેવાનો દ્વારા રાહતની માંગ કરાઈ
ઉમરપાડા – માંગરોળમાં વધુ વરસાદ થતાં ખેડૂત આગેવાનો દ્વારા રાહતની માંગ કરાઈ
માંગરોલ – ઉમરપાડા તાલુકા ના વરસાદ આધારિત ખેતી કરતાં ખેડૂતો ના ચોમાસું સીઝન દરમ્યાન અવિરત અતિવૃષ્ટિ ના કારણે ડાંગર શિવાય ના તમામ પાકો માં વાવણી નિષ્ફળ થવાથી તેમજ વધુ વરસાદને કારણે ઉભા પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતોની નારાજગીને જોતા ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાનો દ્વારા ગઈકાલના રોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોને રાહત દર માટેની માંગ કરી છે જેમાં જે ખેડૂતોને વધુ નુકસાન થયું છે તેઓને આવનાર ઋતુમાં બિયારણ દવા તેમજ અન્ય સામગ્રીઓ આપી મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. સાથે જે ખેડૂતોના પાકને ઓછું નુકસાન થયું હોય તેઓને રાહત દર આપવા માં કરાઈ..
