જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા
જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચી.
માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા સુપડી વિસ્તાર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેચી.
માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા આજરોજ સુપ્રી વિસ્તાર ખાતે રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરાતા માંડવી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપ પ્રમુખ વિકાસભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ મંત્રી ડો. આશિષભાઈ ઉપાધ્યાય તથા માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ ની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી હતી. સૌ કાર્યકરોએ આનંદ ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ રાવળે જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણુક કરાતા માંડવી નગર તથા તાલુકાના ભાજપ કાર્યકરો એમની નિમણૂકને આવકારીઅભિનંદન પાઠવી ફટાકડા ફોડી તમામ કાર્યકરો નું મોઢું મીઠું કરાવ્યું હતું. અને નવનિયુક્ત થયેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આપણી વચ્ચે એક નવું સૂત્ર લઈને આવ્યા છે વિઝન સાથે કાર્ય, સેવા સાથે સમર્પણ, વિકાસ સાથે પ્રતિબદ્ધતા, નું સૂત્ર આપેલ છે એમનું આ સૂત્રને સૌ કાર્યકરો મળીને સાર્થક કરીશું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ જિલ્લા મંત્રી ડો. આશિષભાઈ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પીતેશભાઈ રાવળ, મહામંત્રી શ્રી ઓ છનાભાઈ વસાવા, અલ્પેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, શાલીનભાઈ શાહ, મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, તત્કાલીન નગર ભાજપપ્રમુખ નીતિનભાઈ શુક્લ, તથા નગર તથા તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો,નગરપાલિકાના સદસ્યો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આનંદ ઉત્સવ મનાવ્યો હતો..
