સુરતના મિલેનિયમ માર્કેટ-2 સામે મારામારીમાં ઈજાગ્રસ્તનું મોત
મોતને પગલે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
આરોપી સામે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી
સુરતની સલાબતપુરા પોલીસે મિલેનિયમ માર્કેટ 2 સામે મારામારી ના બનાવમાં ઈજાગ્રસ્તનુ મોત નિપજતા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગત 24 સપ્ટેમ્બરના રોજ મિલેનિયમ માર્કેટ 2 સામે મારામારીની ઘટના બની હતી જેમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્તનુ મોત નિપજ્યુ હોય આ મામલે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. અને માર્કેટ વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સલાબતપુરા પોલીસે મૃતકને માર મારી હત્યા નિપજાવનાર હત્યારા આરોપી સોયેબ ઉર્ફે ડમા અખતર સિદ્દીકીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
