સુરતના કાપોદ્રા બ્રિજ નીચેથી લાશ મળી આવતા ચકચાર
લાશ મળતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
પોલીસે લાશ કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા બ્રિજ નીચેથી એક લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ફરી એક અજાણી લાશ મળી આવી હતી. સુરતના કાપોદ્રા બ્રિજ નીચેથી અજાણી લાશ મળી હોવાની માહિતી મળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે લાશને જોવા માટે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. હાલ આ વ્યક્તિનું મોત હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તો લાશની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે.
