સુરતમાં શક્તિ સેના મહિલા મંડળ અને શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રથમ અધિવેશન
સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમનું આયોજન
ડૉ. બાબાસાહેબ આંબેડક ભવન ખાતે યોજાયું અધિવેશન
સુરતમાં શક્તિ સેના મહિલા મંડળ અને શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રથમ અધિવેશનનું આયોજન કરાયુ હતું. ડૉ. બાબાસાહેબ આંબેડક ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સુરતમાં શક્તિ સેના મહિલા મંડળ દ્વારા 4 ઓક્ટોબર રવિવારના રોજ પ્રથમ અધિવેશનનું આયોજન કરાયુ હતું. રિંગરોડ માન દરવાજા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડક ભવન ખાતે શક્તિ સેના અને શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતાં આ અધિવેશનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન વજીરખાન પઠાણ, ઈન્ટુક ગુજરાતના અધ્યક્ષ નૈષધ દેસાઈ, સહિત અનેક મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ડો. દિલીપ ત્રિપાઠી, એડવોકેટ જમીર શેખ, દીપનાયક સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. શક્તિ સેના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએમ સોનાવણેની આગેવાનીમાં આયોજીત આ કાર્યક્રમમાં સમાજ સેવા, સમાનતા, સંગઠન અને સશક્ત સમાજના સંદેશ સાથે આ અધિવેશનનું આયોજન કરાયુ હતું.
