ભાવનગર એલસીબીએ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એલસીબીએ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો
મણાર ગામમાંથી શંકાસ્પદ હાલતમાં આરોપી ઝડપાયો
પૂછપરછમાં જસપરા ગામે ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત
પોલીસે રોકડા ₹34 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. મણાર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શંકાસ્પદ ઈસમને રોકી તપાસ કરતાં તેની પાસેથી રોકડા રૂપિયા 34 હજાર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જસપરા ગામમાં બંધ મકાનમાંથી રોકડ રકમ ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે તેને અલંગ પોલીસને સોંપ્યો છે.

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણઉકેલાયેલા ચોરી અને લૂંટના ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન 3 ઓક્ટોબરના રોજ ભાવનગર LCBની ટીમ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. મણાર ગામની ગીતાજંલી ચોકડી નજીક બાતમીના આધારે એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતાં ભારતીય ચલણી નોટોમાં કુલ 34 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ રોકડ અંગે ઈસમ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ 2 ઓક્ટોબરના રોજ સવારે જસપરા ગામ, તાલુકો ઘોઘા ખાતે એક મકાનમાં કોઈ હાજર ન હોવાનું જોઈ ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કબાટની તિજોરીમાંથી રોકડ રકમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસના જણાવ્યા મુજબ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીની ઓળખ પ્રકાશભાઈ જમુરભાઈ ડાભી, ઉંમર 21 વર્ષ, રહે. મીઠી વિરડી ગામ, તાલુકો તળાજા, ભાવનગર તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી કુલ 34 હજાર રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. તપાસમાં આ ગુનો અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાનું સામે આવતા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અલંગ પોલીસને સોંપવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *