સુરતના સારોલીમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના સારોલીમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈનો ભેદ ઉકેલાયો
કરોડોની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા
સારોલી પોલીસે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતના સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને સારોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં દિવાળી પહેલા જ કાપડ માર્કેટમાં ઠગાઈના બનાવો વધતા વેપારીઓમાં રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે સારોલી પોલીસે કરોડોની ઠગાઈમાં બે ઠગ વેપારીઓને ઝડપી પાડ્યા હતાં. વાત એમ છે કે સારોલી પોલીસ મથકમાં 1.24 કરોડથી વધુની ઠગાઈની નોંધાયેલી ફરિયાદને લઈ સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ કરી રહેલી સારોલી પોલીસે બાતમીના આધારે અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી 1.24 કરોડથી વધુની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓ એવા લલિતકિશન અરવિંદકુમાર સાઢ અને રામશરણ તપસિંહ યાદવને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *