સુરતની પુણા પોલીસ મથકની હદમાં સેક્સ રેકેટ
હોટલની આડમાં ચાલતા સેક્સ રેકેટ પર એએચટીયુની ટીમના દરોડા
બે મહિલાઓને મુક્ત કરાવી ગ્રાહક અને સંચાલકની ધરપકડ
સુરતની પુણા પોલીસ મથકની હદમાં આવેલી હોટલની આડમાં ચાલતા સેક્સ રેકેટનો એએચટીયુની ટીમે પર્દાફાશ કરી બે મહિલાઓને મુક્ત કરાવી ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરી ચાર દલાલોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ લા મોર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન હોટલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને મુક્ત કરાવી હતી. તો તપાસમાં સામે આવ્યું કે હોટલના માલિક, સંચાલક અને ચાર દલાલો ગ્રાહકો પાસેથી પૈસા વસૂલી કમિશનના આધારે આખું નેટવર્ક ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન, બે બાઈક તેમજ હોટલ સંબંધિત દસ્તાવેજો મળી 96 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી સંચાલક અને એક ગ્રાહકની ધરપડક કરી હતી. જ્યારે હોટલ માલિક સહિત ચાર દલાલો ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
