માંડવીમાં નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની આગેવાનીમાં કાર્યક્રમ,
રાહુલભાઈ કડેનું સન્માન કરાયું
આજરોજ માંડવી નગરના સુપડી ચાર રસ્તા ખાતે ૧૫૭ – માંડવી વિધાનસભા ના ધારાસભ્ય ની આગેવાનીમાં ભવ્ય નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા , ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણભાઈ ચુગ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર સંબોધન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તથા વડનગરથી વારાણસી બાઇક યાત્રાના યાત્રી એવા યુવા કાર્યકરશ્રી રાહુલભાઈ કડેનું ૧૫૭ – માંડવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષ નિમિત્તે એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી mઆ પ્રસંગે માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ , સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જગદીશભાઈ પારેખ અને રોહિતભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ નિરવભાઈ લાડ, અરેઠ તાલુકા ભાજપા પ્રભારીશ્રી નટુભાઈ રબારી, માંડવી નગર ભાજપા પ્રમુખશ્રી પ્રિતેશભાઈ રાવળ, માંડવી તાલુકા ભાજપા પ્રમુખ આતિષભાઈ ચૌધરી, અરેઠ તાલુકા ભાજપા પ્રમુખ અનિલભાઈ ચૌધરી, ઉકાઈ તાલુકા ભાજપા પ્રમુખ વિક્રમભાઈ ગામીત, માંડવી નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન વસાવા, અરેઠ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
