સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સ્લાઈડિંગ બારી બંધ થતાં મહિલા ફસાઈ
ફાયર બ્રિગેડે દરવાજો તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું હતું. સ્લાઈડિંગ બારી બંધ થઈ જતાં મહિલા અંદર ફસાઈ હતી, ફાયર જવાનોએ દરવાજો તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રેસ્ક્યૂની ઘટના સામે આવી છે. હરજા રોડ પર આવેલા સિલ્વાસા હવન ફ્લેટના એ-202માં રહેતા 30 વર્ષીય કાજલબેન લાઠીયા બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. બાલ્કનીની સ્લાઈડિંગ બારી બંધ થઈ જતાં તેઓ બહાર નીકળી શકતા નહોતા. ફ્લેટનો મુખ્ય દરવાજો પણ બંધ હોવાથી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી મુખ્ય દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
