બારડોલી વિધાનસભા દ્વારા ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું

Featured Video Play Icon
Spread the love

બારડોલી વિધાનસભા દ્વારા ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો
કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા પાર્ટી – સુરત જિલ્લા અને 169 બારડોલી વિધાનસભા દ્વારા વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

નૂતન વર્ષના મંગલમય પ્રારંભે બારડોલી વિધાનસભા પરિવાર દ્વારા ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાની હેઠળ યોજાયેલા આ સમારોહમાં ભાજપના પ્રદેશ, સુરત જિલ્લા, બારડોલી તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પોતાના સંબોધનમાં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યકરો અને આગેવાનો વચ્ચે સ્નેહ, સંવાદ અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં સૌ કાર્યકરો, હોદ્દેદારો અને પરિવારજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરને પણ યાદ કરવામાં આવ્યો હતો.સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂથ થઈને આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમારોહના આયોજક અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે ઉપસ્થિત તમામ કાર્યકરો, હોદ્દેદારો અને નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. પોતાના ઉદબોધન દરમિયાન તેમણે સરકારની કામગીરી અને વિકાસના મુદ્દાઓ સાથે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં ભાજપના પ્રદેશ સંગઠન, સુરત જિલ્લા સંગઠન, બારડોલી તાલુકા અને નગર સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આમ, નૂતન વર્ષના અવસરે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સંગઠનની એકતા, કાર્યકરોનો ઉત્સાહ અને પરસ્પર સ્નેહની ભાવના જોવા મળી હતી.

આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. બંને નેતાઓએ ઉપસ્થિત સૌ કાર્યકરો અને આગેવાનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરતા ભાજપને બહુમતી સાથે વિજય અપાવવાની આશા વ્યક્ત કરી હતી. આ સાથે સંગઠનની એકતા અને કાર્યકરોની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *