સુરતની અમરોલી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો
વાહન ચોરી કરી ભાગી છૂટયો હતો રીઢો વાહન ચોર
રીઢા વાહન ચોર ધ્રુવ રાજેશ કાંપરિયાને ઝડપી પાડ્યો
સુરતની અમરોલી પોલીસે વાહન ચોરી કરી ભાગી છૂટેલા રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરીની મોપેડ કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાનેલઈ પીઆઈ જેબી વનારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરતી ટીમના અહેકો રાજભાઈ અને રાજેશભાઈને મળેલી બાતમીના આધારે અમરોલી પોલીસ મથકની હદમાંથી મોપેડ જ્યુપીટરની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર મૂળ ભાવનગરનો અને હાલ અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા ધ્રુવ રાજેશ કાંપરિયાને ઝડપી પાડી તેની પાસેથી અમરોલી પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોપેડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
