દાહોદમાં હોળી નજીક આવતા જ ફાગ મહોત્સવની ઉજવણી
શહેરના રાધે ગાર્ડનમા વુમનીયા ગ્રુપ દ્વારા આયોજન
સામાજિક સમરસતાના ભાગરૂપે ફાગ મહોત્સવની ઉજવણી
રાધા ક્રુષ્ણ, શંકર-પાર્વતીની જોડી જેવી અનેકો વેશભૂષા સાથે નૂત્ય
દાહોદ શહેરમાં વુમનીયા ગૃપની મહીલાઓ દ્વારા હોળી નજીક આવતા જ ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
દાહોદ શહેરમાં વુમનીયા ગૃપની મહીલાઓ દ્વારા હોળી નજીક આવતા જ ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો હોય ત્યારે દાહોદ જીલ્લામા હોળીના તહેવારનુ મહત્વ હોય છે. ત્યારે દાહોદ શહેરના રાધે ગાર્ડનમા વુમનીયા ગ્રુપ દ્વારા સામાજિક સમરસતાના ભાગરૂપે ફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ફાગ મહોત્સવમા દાહોદ શહેર, લીમડી, ઝાલોદ, લીમખેડા, ફતેપુરાની અલગ અલગ સમાજના અંદાજીત 35 જેટલા મંડળોએ ભાગ લીધો હતો. જેમા વિવિધ સમાજની મહીલા મંડળની બહેનોએ પોતાનુ ગીત તૈયાર કરીને લાવેલા ગીત ગાવાનુ હોય છે તેમજ મહીલાઓ દ્વારા રાધાક્રુષ્ણ, શંકર-પાર્વતીની જોડી જેવી અનેકો વેશભૂષા ધારણ કરીને મહીલાઓએ મન મુકીને પણ નાચગાન કર્યુ હતુ.અમુક મંડળે સોમનાથ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા, તો સોમનાથ થીમ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું અને મન મુકીને ફાગોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી. આ ફાગ ઉત્સવમાં ફૂલો અને ગુલાલથી હોળી રમવામાં આવી, જેમાં બહેનો દ્વારા એકબીજા પર ફૂલોની વરસાદ કરી ગુલાલ લગાડી ફાગ ઉત્સવની ઉજવણી કરી હતી, આ ફાગ ઉત્સવમાં બહનો દ્વારા કરવામાં આવેલ ડાન્સને લોકોએ બિરદાવ્યું હતું અને સમગ્ર ફાગ ઉત્સવના પંથકમાં ગુલાલ અને ફૂલની વરસાદથી મહેકી ઉઠ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમગ્ર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, શંકર અમલીયાર, સત્યેન્દ્ર સોલંકી, ટિકૂ પંચાલ, અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા…
